STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

વમળ

વમળ

1 min
327

જીવનની જિંદગાનીમાં સર્જાયા અનેક વમળોમાં, 

જે મને ખેંચે છે આસમાનનાં અનેક વમળોમાં, 


છિન્નભિન્ન થઈ ગયાં મારાં સપનાઓ સલુણા, 

અંતરમનમાં સર્જાયા અનેક વમળોમાં, 


ખબર નહતી કે આજ સાથ છૂટી જશે સાથીનો, 

જિંદગીની સફર મારી અહીં સુધી અનેક વમળોમાં, 


મુશ્કેલીઓનાં પહાડ તૂટી પડ્યાં મારી ઉપર, 

જાળ એવી શિકારીની બુનાઈ ગઈ વમળોમાં, 


સોંપી મેં મારી જિંદગીની નાવને ઈશ્વરનાં ચરણોમાં, 

બની સુકાની મઝધારે નાવ મારી ઉગારશે વમળોમાં, 


કંઈ કેટલાય જીવોને શાતા આપી જીવનમાં, 

ખુદ તોફાન બની ત્રાટકી મારી જિંદગી વમળોમાં, 


"સખી" પ્રલયનાં મોજા તો અથડાતા હતાં કિનારા સુધી, 

કિનારાને અલવિદા કરી ફસાઈ ગઈ વમળોમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy