વક્ર વિધિ નિધિ
વક્ર વિધિ નિધિ
સેવાભાવ શું એ તો શ્રવણ જ જાણે,
હનુમાનજીને મન એ મોજ જ લેખાશે..
જાગરણ શું એ તો કૈકૈયી જ જાણે,
લક્ષ્મણને મન એ ફરજ જ લેખાશે..
કપટ શું એ શકુનિ જ સરખું જાણે,
દુર્યોધનને મન એ આજ્ઞા જ લેખાશે..
વિરહ શું એ વિશેષતઃ જાણે ઉર્મિલા જ,
સીતાને મન એ ધર્મ જ લેખાશે..
વિષનો સ્વાદ તો શિવજી જ જાણે,
મીરાંજીને મન તો એ અમૃત જ લેખાશે..
ખરેખરો પ્રેમ શું એ રાધા જ જાણે,
રુકમણીને મન એ અધિકાર જ લેખાશે..
અનલોકનો સંતાપ તો ઝૂંપડીધારી જ જાણે,
કોઠીવાળાને મન તો સેરસપાટા ગણાશે..
લોકડાઉનનો ભાવ તો રાંક વિશેષ જાણે,
અમીરને મન તો નકરી મજા મપાશે.
