વિશ્વ શાંતિ
વિશ્વ શાંતિ
વિશ્વ શાંતિ દિવસે સદાકાળ જીવી ગયા
પાઠ અહિંસાને સત્યના પ્રયોગ દઈ ગયા,
હા, પોતડી ચશ્માંને લાકડી દાંડીકૂચ કરી
હજારો તોપોને ભારે પડી આઝાદી દઈ ગયા,
સત્ય ને સહેવો પડ્યો હતો રંગભેદ યાદ કરો
લાલ પીળી થઈ ઊડી હતી અને ઘડી ભૂલી ગયા ?
પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી દુનિયા પડી સાંકડી
ચાખડીએ કરી કૂચ છાપ વિશ્વ પર ગઈ પાડી !
ઝેરનો કટોરો પી જજો ઓ બાપુ ઝાંખે વિશ્વ શાંતિ
તમે તો કાંત્યો કાળ રેંટિયામાં કર્યો બહિષ્કાર !
કાળ પણ ના સમજ્યો કરે માનવ વિશ્વનો જ સંહાર
દેશના બે ટૂકડા તરફડી અહિંસા બંધ આંખોમાં,
મોક્ષને પામી ત્રણ ગોળી ચામડીના તીર્થમાં જઈ ચડી
ટૂકડા ટૂકડા રોજ સળગ્યા પારટીશને જે છૂટા પડયા.
