STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

વિરહની વેદના

વિરહની વેદના

1 min
118

વરસે બની વાદળી,

ને વરસાવે વ્હાલ,

પામી તારો પ્રેમ,

હું તો થઈ'તી નિહાલ,


સુખનો સંસાર મારો,

સ્નેહે સજાવ્યો,

બાલુડાનાં કિલ્લોલે,

એને ગજાવ્યો,


પૂરવા અમ અરમાન,

તું તો થઈ ગ્યો બેહાલ,

પામી તારો પ્રેમ,

હું તો થઈ'તી નિહાલ,


કોરોનાના કેરમાં 

કમ્મર તૂટી ગઈ,

લાગ્યું જાણે મારી,

કિસ્મત ફૂટી ગઈ,


રોટલાની લ્હાયે મેલી,

આળ ને પંપાળ,

પામી તારો પ્રેમ,

હું તો થઈ'તી નિહાલ,


બે છેડા ભેગા કરતાં,

તાંતણો તૂટી ગ્યો,

નેહ ભર્યો નાતો તારો,

પાછળ છૂટી ગ્યો,


પડતો' તો તું ને,

તને મળી ગયો ઢાળ,

અંતરની વેદના,

ન તુજને સમજાણી,


કમાણીમાં મારી,

વેદના વિસરાણી,

દૂરથી હું જોતી રહી,

 તારા નવા તાલ,


પામી તારો પ્રેમ,

હું તો થઈ'તી નિહાલ,

કિસ્મત થઈ બેવફા,

ને તુયે રિસાણો,


તારા વિરહમા નંદી,

આતમો ભીંસાણો,

વિરહ તણી વેદના,

લખાણી મારે ભાલ,


પામી તારો પ્રેમ,

હું તો થઈ'તી નિહાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract