વિજયપથ અતિ વ્હાલો વીરોને
વિજયપથ અતિ વ્હાલો વીરોને
હે જી...
વિજય પથ અતિ વ્હાલો વીરોને, ધરા રક્ષણ કાજ લડે બની કાળ
હાકલ પડે મા ભોમની તો છોડી સેજ સુંવાળી, વીર પકડે રણની વાટ.
હે જી...
રંગ કસુંબલ શૌર્યતણો, જોને રણમાં છલકાવે શૂરવીર માન
ભોગ લેતી ભવાની દુશ્મન તણો, મચાવે રણમેદાને હાહાકાર.
જો..ને..
રણમેદાને હાકલ પડે, ઓલા વિરલા વટથી આગળ થાય
ઓલા કાયર કોઠીએ પુરાઈ મરે અને પાડિયા શહીદોના સદાય પૂજાય.
હે. જી...
માથાં આપે વીરો મલકતાં, ઈ તો જનમોજન્મ ધરા પર પૂજાય
ઊજળાં કરે ઈ ધાવણ જણની કેરા, પ્રેરણા સદાય ભાવિ પેઢીને દેતા જાય.
જો ને..
"વિજય તો સદા વીરોને વરે, જે હિંમતથી કરે અસત્ય સામે લલકાર,
સંઘર્ષ કરી જે સત્ય સાથે રહે, ધર્મરક્ષક ઈ નર સાચો જગમાં ગણાય.
