STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

વીતેલાં વર્ષનું સરવૈયું

વીતેલાં વર્ષનું સરવૈયું

1 min
124

વીતેલા વર્ષની યાદોનું સરવૈયું કરવાનુ છે યાર

મીઠ્ઠી યાદો એટલે જમા બાજુ અને ખાટી યાદો છે ઉધાર,


ખાટી મીઠ્ઠી યાદો વીતેલાં વર્ષોની બની ગઈ છે હવે સંભારણા

ખાટી મીઠ્ઠી યાદો આવશે જ્યારે, ત્યારે થશે વીતેલા સમયનું થશે સાક્ષાત્કાર,


કોરોનાની નાગચુડમાંથી થોડા મુક્ત થયા વીતેલા વર્ષમાં

ઘણા સમય પછી મસ્તીથી માણ્યા આપણા અનોખા તહેવાર,


સમયથી મોટો શિક્ષક કોઈ હોતો નથી ક્યારેય

ખાટા મીટ્ઠા પ્રસંગોએ શીખવ્યું છે ઘણું, સમય બનાવે છે તકેદાર,


વીતેલા સમયની કસક સાથે આપી છે વીતેલા વર્ષને વિદાય

નવાં વર્ષનાં વધામણા, નવું વર્ષ બની રહેશે મીઠ્ઠી યાદોનું દ્વાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract