Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy

4.9  

'Sagar' Ramolia

Tragedy

વિધવા ભાગ-41 પતિ વિદેશ જાય

વિધવા ભાગ-41 પતિ વિદેશ જાય

2 mins
376


સ્‍વામી ! આપણા ઘરમાં છે નાનો બાળ રે,

હજુ તો છે ચોઘડિયું કાળ રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


ગોરાંદે ! મારે ધન કમાવવા જાવું છે રે,

પાછો આવી જઈશ તત્‍કાળ રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


સ્‍વામી ! સૂરજ નથી સમજણો થયો રે,

એને નથી આવ્‍યું ભાન રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


સૂરજ તો કાલે મોટો થઈ જશે રે,

ઘરે નહિ થવાય મહાન રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


સ્‍વામી ! આપણાં માતા થયા છે વૃદ્ધ રે,

ને પિતાજી રહે છે બિમાર રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


પિતાને સાચવશે નાનાં ભાઈ-બહેન રે,

માતાનો ઉપાડજે તું ભાર રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


ઘરનો બોજ મારાથી કેમ ઉપડે રે,

નારી કહેવાય છે અબળા રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


નારી તો શકિત થઈને પૂજાણી છે રે,

અબળા મટી થઈ સબળા રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


કાળની ગતિ બની કેવી ન્‍યારી રે,

કેમ સહેવો વિરહ રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


ગોરાંદે ! હિંમત ન તું હારી જા રે,

જલદી બદલી જશે ગ્રહ રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


અમને જરૂર છે તમ સંગની રે,

તમે પકડો છો વિદેશી રાહ રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


મુજને પણ ઘરની માયાઘણી છે રે,

બેઠા બેઠા કેમ ચાલે નિર્વાહ રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


વિધાતાએ લેખ કેવા લખ્‍યા છે રે,

કે આમ થાવું પડે અલગ રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


વિધાતાને દોષિત ન કરાય રે,

કર્મમાં ન હોય લાગવગ રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


સૂરજ સમજણો જયારે થશે રે,

પૂછશે કયાં છે મારો બાપ રે;

સ્‍વામી ! નહિ જવા દઉં વિદેશમાં રે !


સૂરજને જવાબ આપજે હોંશથી રે,

કમાવા ગયો તુજ તાત રે;

ગોરાંદે ! મારે જવું છે વિદેશમાં રે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy