STORYMIRROR

Vrajlal Sapovadia

Comedy Drama Tragedy

3  

Vrajlal Sapovadia

Comedy Drama Tragedy

વિડંબના

વિડંબના

1 min
23

ફકીર છું જટા ભલે સોનાની શોભે 

બ્રહ્મચારીને બચ્ચાની વણઝાર ન થોભે 

બની સાધુ કરે ઐયાશી વગર લોભે,


સેવા કરવા બન્યા લોક નેતા

ઘરડા ઘર ભલે મેલી જનેતા 

ભ્રષ્ટાચારના તો રહ્યા પ્રણેતા,


કામ કરું આપવાનું સ્વદેશી ઉપદેશ 

હરવું ફરવું હરરોજ દેશ પરદેશ

અનાદર કરવો ગ્રંથનો આદેશ,


જ્યોતિષ આખા ગામનું ભાખું

આયખું ગયું દરિદ્રતામાં આખું 

ટંક બપોર રોજ રોટલાની ટહેલ નાખું,


આગાહી કરું આવશે વરસાદ 

તરસ્યો મર્યો બિન જલ પરસાદ 

જોયો નહીં ક્યાંય બાદલનો સાદ,


ચેતવ્યું ગામને પડશે દુષ્કાળ 

ભીંજાયા વગર છત્રી સર્વકાળ 

ખાબોચિયે ડૂબ્યા જીવતા કળિકાળ,


બન્યો વગર ભણ્યે વૈદ્ય

રહ્યો આશમાં કોઈ ધરશે નૈવેદ્ય

મોતે વીંધાયા પોતે થાકી રોગ થકી વેધ્ય,


ફકીર છું જટા ભલે સોનાની રાખું 

રજત ભભૂતિ પારકે પૈસે ડીલે નાખું 

વ્યંજન વળી પ્રસાદના નામે ચાખું.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy