વિચિત્ર
વિચિત્ર
કુદરત પણ નથી સંપૂર્ણ, કુદરત પણ દેખાય ક્યાંક વિચિત્ર છે,
ઘણી બધી વિચિત્રતાઓ, આપણને કરે આશ્ચર્યચકિત છે,
વિચિત્ર શબ્દ સાંભળતા જ, લાગે છે, આપણને કશુંક અવનવું
અસામાન્ય હોવું એટલું, વિચિત્રતામાં નિહિત છે,
આમ તો સર્જકની છાપ હોય છે, ધૂની અને વિચિત્ર તરીકેની
લાગે છે, કશુંક સર્જન કરવા, વિચિત્ર બનવું ગર્ભિત છે,
વિચિત્ર લોકોની અલગ જ હોય છે, ભાત અને જાત
દુનિયાની સુરાવલીમાં વિચિત્રતા એક આગવું સંગીત છે,
પોતાની મસ્તીમાં જ આગળ વધતા લોકો, ઓળખાય છે, વિચિત્ર તરીકે
દુનિયાદારીની પરવાહ ન કરતા વિચિત્ર લોકો, દુનિયાથી થોડા પીડિત છે,
વિચિત્રતા આમ તો, લાગતી હોય છે, શાપીત
વિચિત્ર લાગતા માણસ, પોતાની રીતે ઉચિત છે,
વિચિત્રતા ભલે ને, દુનિયાને લાગતી હોય છે, એક નબળાઈ
વિચિત્ર લોકોની હોય છે, અલગ તાકાત, વિચિત્રતા થકી ઘણું નિર્મિત છે.