વાતમાં માલ ખરો?
વાતમાં માલ ખરો?


શબ્દોની ગરિમા જાળવું છું,
ચૂપ ના રહેવાય તો આંખોને જરા ઢાળું છું,
પારકી પંચાતમાં પાંપણ ક્યાં પરોવું!
હું તો પોતીકાને જ પંપાળું છું,
'કર્મ'ની ગતિને ગમાડુ છું,
કપટને હું ક્યાં પાળું છું!
કોઈ કહે કે ના કહે,
અરીસામાં ખુદની નજરો મેળવી,
સત્ય અરીસાને ઝંખું છું, સોનેરી સુખને પામું છું,
મીઠી મુસ્કાન સાથે, અંતર-મનના ઉજાસ સાથે જીવું છું'