જરૂર હોય છે
જરૂર હોય છે
દરેક, સફળ પુરુષ પાછળ,
એક સ્ત્રીનો હાથ, જરૂર હોય છે !
દરેક, નિષ્ફળ પ્રયત્ન પાછળ,
એક અનુભવ, જરૂર હોય છે !
દરેક, સજેલી મહેફિલમાં,
કોઈક મદહોશ, જરૂર હોય છે !
કોઈ વખતે, નશાનું કારણ,
ભગ્નહૃદય, જરૂર હોય છે !
દરેક, પાંપણની નીચે,
વિસરાયેલો પ્રેમ, જરૂર હોય છે !
વહેતાં, આંસુનું કારણ,
પ્રેમનો વિરહ, જરૂર હોય છે !
ઘણાંયે, પારકાંઓ મહીં,
એક પોતાનું, જરૂર હોય છે !
દરેક, સંબંધની પાછળ,
ઋણાનુબંધ, જરૂર હોય છે !
દરેક, નકલી ચહેરા પાછળ,
એક અસલી ચહેરો, જરૂર હોય છે !
દરેક ચહેરાની, છૂપાવવાની કળા,
એકબીજાથી જુદી, જરૂર હોય છે !
શ્રદ્ધા અને વિશ્વાસની દુનિયામાં,
એક વિશ્વાસઘાતી, જરૂર હોય છે !
દરેક જણનું, શ્રધ્ધાનું કારણ,
પોતપોતાની માન્યતા, પ્રમાણે હોય છે !
નકલી, ચમક દમક પાછળ,
એક અસલી હીરો, જરૂર હોય છે !
દરેક હીરાની કિંમત,
એની કાબેલિયત, પ્રમાણે હોય છે !
પ્રેમીની, દીવાનગીરી પાછળ,
પુરાણી 'ચાહત' જરૂર હોય છે !
બે પ્રેમીઓનાં જીવનમાં,
વિઘ્ન નાંખનાર કોઈ, જરૂર હોય છે !