સોનેટ ગિરીરાજધારી
સોનેટ ગિરીરાજધારી
પુષ્પો મહીં ભ્રમર છે વિહારી
વૃક્ષો,લતાએ શબનમ પ્રસારી
આવી વસંતે ઋતુ શમ્બરારી
આવો, પધારો ગિરીરાજધારી.
કેવી મનોહર છબી છે તમારી
જાણે હૃદયકુંજ મહીં મુરારી
વેણું વહાવે મધુરા સૂરોમાં
રાધા પુકારે ગિરીરાજધારી.
શાને તમે કુંજ ગલી વિસારી
છોને કહે સૌ વ્રજનાં વિહારી
ગોકુળ, મથુરા નગરી મજાની
ભૂલી ગયાં છો ગિરીરાજધારી.
'ચાતક' રૂદિયે બિરાજો સદાયે
પાછા પધારો ગિરીરાજધારી.