STORYMIRROR

nidhi nihan

Drama Tragedy

4  

nidhi nihan

Drama Tragedy

કાન્હા

કાન્હા

1 min
36

દ્વારકાની ગલીઓમાં ઉછરેલી છું કાન્હા

અંગત લાગણીએ બંધાયેલી છું કાન્હા,


ખબર છે ને મોરપીંછમાં તને નિહાળી છું

તારો જન્મદિવસ વરસો વરસ મનાવું છું,


તારા સિવાય અહીં ક્યાં કોઈ સમજે છે

હૃદયની લાગણીઓ ક્યાં કોઈ ઓળખે છે,


કોઈ પાગલ તો કોઈ પવિત્ર આત્મા કહી,

કેડી અલગ કંડાળીને ગયું આગળ નીકળી,


તકલીફ થાય,આંસુ પણ આવે શુ કરવું,

પત્થર દિલ બની જતા મને ક્યાં ફાવ્યું,


ક્યારેક સાચે ખૂબ જ થાકી જવાય હો કાન્હા,

ક્યારેક ખૂદથી હારી પણ જવાય હો કાન્હા,


આ ભવસાગરમાં બસ તું હાથ ઝાલજે કાન્હા,

કોઈ સાથ દે કે ના દે પણ તું સાથ રહેજે કાન્હા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama