Ramesh Patel

Drama Others

4.5  

Ramesh Patel

Drama Others

ઓ ચૈત્ર સુધની

ઓ ચૈત્ર સુધની

1 min
54


ઓ ચૈત્ર સુધની…….
છંદ-સુવદના

પ્યારું પંખી ટહુક્યું, અનુપમ સુખદા, છે વર્ષ નવલું
વાસંતી વાયરાઓ, લહર  ખુશનુમા, ભંડાર  ભરતા
વર્તે માંગલ્ય હૈયે, શુભદિન જ ગુડી, ચૈત્રી જ પડવો
લાગીને માત પાયે, નવનવ રજની, પ્રાથુ અભયદા

ઝૂમે  છે મીઠડી રે,ઋતુ  સુમનધરી, પ્રસન્ન મન આ
ઝૂલે વૃક્ષો  ફળોથી, ખગશિશુ  ચહકે, વ્હાલે મખમલી
પ્રગટ્યા  રામજીને, અવધ જ  પુનિતા, દૈવી યુગકૃપા
સીંચ્યા સંસ્કાર જીવે, સુદતિથિ નવમી, ને ધન્ય ધરણી

ચિરાયુ  શું  વખાણું, શતશત મુખથી, એવા બલયસી
ભેટ્યા  શ્રીરામજીને, યુગયુગ  હરખે, ઓ   કષ્ટહરણી
ખીલે  લાલી  ધરીને, કનકસમ નભે, આ સૂર્ય તપતો
છે ભાગ્યે પુણ્યવંતો, સ્તવન જ ગરબે, ઓ ચૈત્ર સુધની
રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama