Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Drama Tragedy

4.5  

Zalak bhatt

Drama Tragedy

ફરિયાદ

ફરિયાદ

1 min
39


આપી શકો તો આપજો, એ સાદ જો આપી શકો,

આપી શકો તો આપજો, એ દાદ જો આપી શકો,


આવી ગઈ ને જાશે ફરી, એ યાદ જો આપી શકો,

સૂણવા હજુ એ કાનો મથે, એ નાદ જો આપી શકો, 


રણમાં રહીને બોલે ફરી ! સંવાદ જો આપી શકો,

મૃગજળ દીસે છે ચોતરફ, વરસાદ જો આપી શકો,


પંખી અહીં દાણા મહીં, સૈયાદ જો આપી શકો,

જાળે ફસી એ આઝાદ છે, ઈજાદ જો આપી શકો,


કેદી થયાંનો ડર પણ નથી, ઉન્માદ જો આપી શકો,

માળે ગયાં, ડાળે ગયાં, એ સ્વાદ જો આપી શકો,


આપી શકો, ન સ્મિત તો, અવસાદ જો આપી શકો,

આઝાદ મન એ પણ સહે, મરજાદ જો આપી શકો,


આપી શકો તો આપજો, એ સાદ જો આપી શકો,

આપી શકો તો આપજો, લો’ દાદ જો આપી શકો.


Rate this content
Log in