હેલ્લારો
હેલ્લારો
જાણે ઓઢણીમાં છૂપાઈને આવ્યો છે ચાંદ
એવી લાગે એ છોકરી રૂપરૂપનો અંબાર,
સખીઓ ભેળી ગરબે ઘુમે ઢોલના તાલે
એવી લાગે જાણે મારી માવડીનો અવતાર,
હસતું એનું મુખડું અને બોલીમાં વ્હાલ
એ તો ગામ આખાની ખુશીઓની અસવાર,
પાપ પુણ્ય ના સમજે પણ ખુશીઓ પીરસે
એવી માસુમ ઉછળતી કૂદતી ગુજરાતી નાર,
ભલે આયખું આખું સૂના ભુંગામાં મરીએ
આવ્યો બે ઘડી ગરબામાં જીવવાનો વિચાર,
"વગાડશો? " આવું પૂછે એ પરદેશીને
ઢોલના તાલે રમવું છે ગરબે તાળી બે-ચાર,
છોડિયું ને જોઈ લડતી આઝાદી કાજ
મારી માવડી અંતે વરસી અનરાધાર,
આંખોના પાટીયા વાંચતી 'મંજરી' જેનું નામ
રણની રેતથી દોર્યો એણે હેલ્લારોનો ચિતાર.