STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Inspirational

વાતડી ભીનાં હૃદયની

વાતડી ભીનાં હૃદયની

1 min
343

ગોઠડી કરવી મજાની, આવજો અંગત બની

વાતડી ભીનાં હૃદયની ! માનજો અંગત બની,


રોજ જાગી જાય શમણાં ! શ્રેય સારું વાંચજો,

કોડ તો કલશોર કરતાં, ભાળજો અંગત બની,


ચિત્ત ચોરી ક્યાં ગયાં છો ? ખોળતી હું રાત દિન,

તુજ વિરહ તો રોજ બાળે, ઠારજો અંગત બની,


શાન ભૂલી, ભાન ભૂલી, પ્રિયતમ આવો હવે,

ચેન ઉરનું જાય ખરતું, ટાળજો અંગત બની,


માછલી સાગર તણી, જીવી શકે 'શ્રી' જળ વગર ?

વ્હાલનું વાદળ હૃદયમાં, વાવજો અંગત બની.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy