વાળંદ (બાળગીત)
વાળંદ (બાળગીત)
(રાગ : આ અમારું ઘર છે ને એમાં એક રસોડું છે)
એક હાથમાં કાંસકો ને બીજા હાથમાં કાતર છે,
વાળંદભાઈ કામ કરે ને ધ્યાન વાળ ઉપર છે.
દર્પણ સામે બેસાડે ને વાળ કેવા કાપે છે,
અસ્ત્રો લઈ હાથમાં ને સુંદર ઘાટ આપે છે.
કોઈના કાપે વાળ ને કોઈની દાઢી કરે છે,
વાળ હોય કે દાઢી એનો હાથ ઝટ ફરે છે.
કામ કરતાં-કરતાં અહીં વાતો કેવી થાય છે!
અલક-મલકની વાતોમાં ટાણું વીતતું જાય છે.
અસ્ત્રો-કાંસકો-દર્પણ-કાતર રોજના સાથી છે,
કદ સૌનું નાનું ભલેને, તેને મન તો હાથી છે.
આ વાણંદભાઈ છે જે એના હાથમાં કાતર છે.
