ઊંટ કહેવતમાં
ઊંટ કહેવતમાં
વાંકા અઢારે અંગ ઊંટના ઝીલવાં રણની તપતી રેત
ઊંટ કાઢતા બકરુ પેઠું નથી બહાર નીકળવાનો વેત,
મૂકે આંકડો ઊંટ ને બકરી કાંકરો, મૂકે ન માણસ કંઈ
ચાલ્યા જાય ઊંટના ઊંટ પણ કરે તણખલાંની અંચાઈ,
ઊંટની પીઠે તણખલું, ઊંટે કર્યા ઢેકા માણસે કર્યા કાંઠા
મરે ત્યારે મારવાડ સામું જૂએ ઊંટ ખાય ભલે ને ભાંઠા,
અભાગિયાને ઊંટ પર કરડે કૂતરું જે જુવે મુહૂર્તની રાહ
ઊંટ લાંબુ તો પૂંછ ટૂંકું વગર પૂંછે થઈ તારી વાહ વાહ,
ઊંટને મોંએ ઝાંખરા, ઊંટના રોગને સોયનો દીધો ડામ
મીંયા ચોરે મુઠે અલા ચોરે ઊંટે કેવું ઉપરવાળાનું કામ,
વાંકા અઢારે અંગ ઊંટના ઝીલવાં રણની તપતી રેત
ઊંટ ને વળી ઉકરડે ચડ્યું હવે તો મનખા જલ્દી ચેત.
