ઉત્તરાયણ.
ઉત્તરાયણ.
શું મોહ હોય પતંગનો,
આ ઉત્સવ સત્સંગનો,
એક થાય,ઊંચે જાય,
સવાલ ક્યાં જંગનો,
સહકાર મળે પવનનો,
મોજ મજા ઉમંગનો,
લાલ પીળા લીલા ભૂરા,
સપ્તરંગી સાત રંગનો,
ચીક્કી લાડવા ઊંધિયું
જલેબી કેરા આનંદનો,
ગીત સંગીતનો અમીરસ,
હારે દોસ્તોની સુગંધનો.