ઉંદરનો મોબાઈલ
ઉંદરનો મોબાઈલ
ઉંદરભાઈએ મમ્મીને કહ્યું
મને મોબાઈલ ઝટ અપાવ
મોબાઈલમાં પાડવી સેલ્ફી
બજારમાંથી ઝટ લઈ આવ,
મારા મિત્ર બિલ્લા પાસે
વોટ્સઅપ જઈને શીખીશ
સૌ મિત્રોને મેસેજો કરીશું
ઓલા કૂતરાને કરીશું મીસ,
ટચ સ્ક્રીનનો લાવ મોબાઈલ
તેમાં ગુજરાતી ગીતો ભરાવ
ઉંદરભાઈએ મમ્મીને કહ્યું
મને તું મોબાઈલ અપાવ,
કૂતરા પાસે ફેસબૂક શીખું
તેમા અપલોડ કરું ફોટા
ટ્વિટરને ઈન્સ્ટીગ્રામ શીખું
સૌને કરી દવુ હું તો જોતા
મમ્મી ઝટ મોબાઈલ લાવ
સાથે ઈયરફોન પણ મંગાવ
ઉંદરભાઈએ મમ્મીને કહ્યું
મને મોબાઈલ ઝટ અપાવ,
ઓલા બિલ્લીબેન તો કેવા ?
સુંદર મોબાઈલ પાસે રાખે
ઘરમાં એ ઑનલાઈન ભણતાં
મેસેજ કેવા અંગ્રેજીમાં વાંચે ?
મમ્મી ઓ મારી પ્યારી મમ્મી
તારા દીકરાને ના તડપાવ
ઉંદરભાઈએ મમ્મીને કહ્યું
મને મોબાઈલ ઝટ અપાવ.
