STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Children

4  

Vrajlal Sapovadia

Abstract Children

ઉનાળો

ઉનાળો

1 min
139

બળબળતી બપોરે પથ સૂના જોઈ ભીડ પરબે,

ઝળઝળતી હોલિકા ફાગણે નર ઘૂમે ચૈત્ર ગરબે,


તરસ્યા તરૂ વિસામે જોઈ લીમડો મીઠો છાંયડો,

અપરાહ્યે નરમાયો પરસેવે મર્દ મૂછાળો ભાયડો,


ઝંખતા ઝાડવા પશુ પંખી ને વાદળા જળ મીઠું,

ધગધગતા આકાશે ધનુ વૃશ્ચિક સિતારા ઝુંડ દીઠું,


પાછલા પહોરે મીઠી નીંદર માણતા નભ નીચે,

તૃષિત તરુણી તન ઊંડે કૂવે નીર સીંચણે સીંચે,


વન વગડે સૂકા વડલા પીપળ પીલુડી બાવળ,

રણ મહીં ઊભા લીલા છોડવા એક માત્ર આવળ,


રોંઢે ઊડી રેત જાણે ઝીલી સૂર્ય પ્રતિબિંબ મોતી,

કહ્યું વાદળને તરસ્યા અમેં લાવ તું જળ ગોતી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract