ઉદાસી
ઉદાસી
જિંદગી એ કેવી આભાસી મળી છે,
થોડી હસતી થોડી ઉદાસી મળી છે,
શબ્દોમાં ભરુ છું લાગણીઓ લથબથ,
લખું પણ એક ગઝલ પ્યાસી મળી છે,
એકાંત, એકલતા અને મૌનના પાસા,
ચોપાટ જેવી રમતો ખાસી મળી છે,
એક ઘર એક ઉંબરોને ચાર દીવાલો,
અંધારી બારી, એક અગાસી મળી છે,
મારું સરનામું રોજ મને જ પૂછવાનું,
ઝીલ જિંદગી આવી પ્રવાસી મળી છે.
