તું મળે છે
તું મળે છે
હું તને શોધું પણ નહીં ને,
તોય મને તું મળે છે,
જેમ સોળ સોમવારની કથામાં,
પારઘીને શિવ મળે છે,
વસંતની વાત નીકળી છે ને,
પુષ્પોના ચહેરે શરમ મળે છે,
જેમ સવારની લાલી કહે છે કે,
મને સપનામાં રસ્તે તું મળે છે,
તને યાદ કરું ને કંઈક લખું,
તો મારી કલમને કવિતા મળે છે,
જેમ નદીને દરિયો અને,
ધરતીને આકાશ મળે છે.

