ઠંડીના દિન
ઠંડીના દિન
પવન થરથર કાંપે
પતંગિયા પણ ધ્રૂજે,
એવી ગુલાબી ઠંડીના દિન આવ્યા રે લોલ,
ઝાકળ ચારેકોર છવાયો
પાન બરફ થઈ છૂપાયો
એવી ગુલાબી ઠંડીના....
પક્ષીઓ માળામાં જઈ હસે
બચ્ચાઓ સંગ થરથર ધ્રૂજે,
એવી ગુલાબી ઠંડીના...
પહાડ હિમ બની બેઠો
સૂરજની રોશની તાકીને બેઠો
એવી ગુલાબી ઠંડીના...
હરણાં હરણી દોડતાં કૂદે
ઠંડીને ભગાવવા કૂદે
એવી ગુલાબી ઠંડીના...
સૂરજદાદા ખૂબ ખૂબ તપે
બગીચામાં જઈ પવનને રોકે
એવી ગુલાબી ઠંડીના.
