STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ઠાગાઠૈયા કરે

ઠાગાઠૈયા કરે

1 min
561

રાખી મન ઉધાર ઠાગાઠૈયા કરે,

છોડી બધો ભાર ઠાગાઠૈયા કરે.


કરવું પડે કામ તો માંદો થાય છે,

કેવો કલાકાર ઠાગાઠૈયા કરે.


ખુદનું નથી, અવરનું જોવાતું નથી,

આંખો કરી ચાર ઠાગાઠૈયા કરે.


બેસે જરા કાગ ને ભાંગે ડાળ જો,

માની ચમત્કાર ઠાગાઠૈયા કરે.


‘સાગર’ કરે કલ્પના પોતાની કદી,

ભેગો કરી સાર ઠાગાઠૈયા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy