તસ્વીર
તસ્વીર
હૃદયનું આલબમ ખોલ્યું,
કેવી સુંદર મજાની તસવીરો મળી,
જાણે ! ખુશીઓનો ખજાનો મળ્યો,
એક યાદોનો મોટો ખજાનો મળ્યો,
જાણે જીવવાનો આનંદ મજાનો મળ્યો,
બાળપણનો અદભુત ખજાનો મળ્યો,
કેવો સોનેરી સમય હતો અમારો પણ એક જમાનો હતો,
રેતીમાં બંગલો હતો,
અને પાણીમાં અમારા વહાણ ચાલતા,
આંબાની ડાળે અમારું રાજ સિંહાસન હતું,
સરોવરની પાળ પર જાણે ! અમારી રાજ્ય સભા ભરાતી,
ખૂલ જા સીમ સીમ કરી ને જાણે !
સ્વર્ગ નો ખજાનો મળતો,
જીવવાનો અદભૂત લ્હાવો મજાનો મળતો,
હૃદય નું આલબમ ખોલ્યો,
કઈ કેટલીય તસવીરો અંકિત કરેલી મળી,
જાણે ! જીવવાની જડીબુટી મળી,
જાણે ! હરેક સમસ્યાની ચાવી મળી,
જાણે ! અમારી દુઆ ઓ ફળી,
આજે એવી એક તસવીર મજાની મળી.
