ત્રિભુવનમાં વિચરું
ત્રિભુવનમાં વિચરું
મનમાંને મનમાં હું કેટલું વિચરું
ચાલને આજ બહાર જ વિચરું,
કલ્પના કરી કરી હું કેટલું વિચરું
એ વિચારમાં જ હું કેટલું વિચરું,
બ્રહ્માંડમાં ઊડતી ફરતી હું વિચરું
ધરતી પર પરી બની હું લોકમાં વિચરું,
પાતાળે જોઉં હું બેઠી બેઠી વિચરું
સુંદર સપનામાં હું ત્રિભુવનમાં વિચરું,
આમ વિચરું તેમ વિચરું જીન બની વિચરું
ત્રિલોકના દર્શન કાજે આમ જ જીન બની વિચરું.
