STORYMIRROR

Kalpesh Vyas

Tragedy

4  

Kalpesh Vyas

Tragedy

તમને સમય ક્યારે મળશે?

તમને સમય ક્યારે મળશે?

1 min
305

 (એક વ્યસ્ત પતિને એની પત્નીએ કરેલી વિનંતી)


મને સમય જોઈએ છે તમારો

પણ તમને સમય ક્યારે મળશે?


ભેળવવા માંગું છું હું આપણાં મનને,

પણ આપણાં મનથી મન ક્યારે ભળશે?

અણમોલ ક્ષણ મને જડતા નથી

તમે કહેજો એ મને ક્યારે જડશે?

મને સમય જોઈએ છે તમારો

પણ તમને સમય ક્યારે મળશે?


સુંદર છોડ વાવ્યો છે મે પ્રેમનો,

લાગણીના ખાતરપાણી ક્યારે મળશે?

મે મારી રીતે અથાગ પ્રયાસ કર્યા છે,

વાટ જોઉં છું, મહેનત ક્યારે ફળશે?

મને સમય જોઈએ છે તમારો

પણ તમને સમય ક્યારે મળશે?


પેલી મંઝિલ તરફ જતી તમારી દિશા,

મારી તરફ કોણ જાણે ક્યારે વળશે?

હું જાણું છું કે મારી લાગણીની,

આ અપીલ રાબેતા મુજબ ટળશે,

છતાય વિનંતિ કરી પુછું છું તમને

મારે માટે સમય ક્યારે મળશે?


હું તો સતત પ્રયત્નો કર્યા જ કરું છું

તમે જ કહેજો મારી દાળ ક્યારે ગળશે?

પછી કદાચ એવું ન થાય,

કે મારૂં મૃત શરીર જ્યારે બળશે,

તમને મળવાનો સમય ત્યારે મળશે,

મને સમય જોઈએ છે તમારો

પણ તમને સમય ક્યારે મળશે?

...તમને સમય ક્યારે મળશે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy