STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

તકેદારી

તકેદારી

1 min
237

બીમારી, રોગચાળો અને નિતનવી કેટકેટલી મહામારી છે,

વધારીને પ્રદૂષણ, માનવજાતે પોતાના જ વિનાશની આપી સોપારી છે,


ઈતિહાસનો છે એટલો બોધપાઠ કે ઈતિહાસમાંથી આપણે કશું શીખતા નથી,

કોરોના કાળ સાબિત થયો ‘સ્મશાનવૈરાગ્ય’ જેવો, પ્રદૂષણ વધારવાનું પાછું જારી છે,


ચારો તરફ નજર પડે છે પ્લાસ્ટિક, પ્રદૂષણ અને ગંદકીના ખડકાતા જાતા ગંજ

‘અતિરેક’ની આ દુનિયા લાવવાની છે મુસીબત અનેક, જીવસૃષ્ટિને પડવાની ભારી છે,


ઘોંઘાટ, ભૂગર્ભજળનું અતિક્રમણ, કપાતા જતા જંગલ, જંતુનાશક દવાઓ

વિચારો તો ખરા, માનવજાતના આવા પગલા સમગ્ર સૃષ્ટિ માટે કેટલા ‘અવિચારી’ છે,


બહારના પ્રદૂષણની અસર કરતી હોય છે માનવજાતને ભીતરથી પણ

દરેક જણ રાખે પર્યાવરણ માટેની પોતાની તકેદારી, સમયની એ બલિહારી છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract