Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Fantasy Others

4.7  

Nana Mohammedamin

Fantasy Others

થવા લાગી

થવા લાગી

1 min
339


સંબંધોમાં આજ બેઈમાની થવા લાગી,

અંદરો અંદર તો રોજ આનાકાની થવા લાગી.


બહારથી તો બધું ઠીક ઠાક જ દેખાય,

જરા અંદર ડોકિયું કર્યું તો હેરાની થવા લાગી.


રમત રમી બાળકો જે રીતે સૂઇ જાય,

બાળપણની એ નાદાનીયતની કમી થવા લાગી.


ધૂળ જો જામી જાય એ સંબંધો પર,

દિલમાં વસેલી એ તસ્વીર પુરાની થવા લાગી.


લોકો તમાશો જોતા રહ્યા વગર ખર્ચે,

એમનાં માટે એ એક નવી કહાની થવા લાગી.


જયારે રાહમાં કોઈ સાચો સંબંધી મળે,  

ત્યારે છેવટે "નાના"ને થોડી આસાની થવા લાગી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy