STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Classics Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Classics Others

થોડું થોડું વહી જવું

થોડું થોડું વહી જવું

1 min
297

ઝાંઝવાના નીરમાં થોડું થોડું વહી જવું

આંખ થોડી ખાખ કરવા થોડું થોડું વહી જવું.


નદી ભળીને થાય ખારી દરિયાને હું શું કહું,

દાળમાં મીઠું ભભરાવી થોડું થોડું વહી જવું.


ફૂલોની પસંદગીનું અહી અત્તર બને છે ક્યાં,

ખરતા ફૂલોની પાસે જઈ થોડું થોડું વહી જવું.


આંખમાં કૈક ગયું શું ઝીણી તારી યાદ છે ?

ફૂંક મારીને છીપાવી થોડું થોડું વહી જવું.


કઈ કેટલાય ભૂખ્યા ને કઈ કપડાં વિના,

હોય જો માણસાઈ તો થોડું થોડું વહી જવું.


વહી જવામાં છે સ્વર્ગ અહી એને માણી જવું,

હાસ્યથી જરા અમથું થોડું થોડું વહી જવું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract