STORYMIRROR

Rajdip dineshbhai

Romance Thriller Others

3  

Rajdip dineshbhai

Romance Thriller Others

તારી યાદ

તારી યાદ

2 mins
163

એકલો રહી હવે એકલતા અનુભવાય છે 

તારા ગયા પછી પહેલાં જેવું ક્યાં જીવાય છે,


દરેક પીળી વસ્તુને સોનું ક્યાં કહેવાય છે

તો પણ તું અત્યારે મને બધે જ દેખાય છે 

તારા ગયા પછી પહેલાં જેવું ક્યાં જીવાય છે 

એકલો રહી હવે એકલતા.....


આંખ બંધ થાય ને તું દેખાય છે 

આને હું સપનું કહું કે પ્રેમ 

હા, તે જ મનમાં પ્રશ્ન પૂછાય છે,

એકલો રહી હવે એકલતા.....


તારું પેલું ગુલાબી સ્વેટર હજુ દેખાય છે 

તે સ્વેટર આ ગુલાબી ગુલાબમાં રચાય છે

આ બાજુમાં કળી જોઈ હસી 

ત્યાં પણ તું ને તું જ દેખાય છે 

એકલો રહી હવે એકલતા.....


તું મિત્ર છે મારી અને સાચી મિત્ર રહીશ 

પ્રેમનું મૂલ્ય વધી ગયું મિત્રતામાં

તું પાસે નથી એટલે જ એકલું જીવાય છે 

એકલો રહી હવે એકલતા.....


તે રસ્તાને જઈને પણ પૂછ્યું કે 

તે આ રસ્તે હવે જાય છે 

તો કહે કે ના નથી જતી, હવે બોલ 

ભટકી ભટકી ને થાક્યો હજુ પણ ભટકાય છે 

એકલો રહી હવે એકલતા.....


દોસ્તો કહે કે હવે રહેવા દે 

નહી મળે તે 

નથી માનતું આ મન ક્યારેક તો આવીશ 

જો દુ:ખી થઈ હોત તો મનાવી લેત 

આ દૂર થવાનો રસ્તો તને કેમ દેખાય છે 

એકલો રહી હવે એકલતા.....


દરેક મારી કવિતામાં તને ઉતારી લઉં 

ને પાછી તને યાદ કરી લઉં 

રાતે પેલા જુગનુઓને જગાડી દઉં 

દિવસે તો દેખાતી નથી એટલે રાતે શોધી લઉં 

તને શોધવા માટે 

રાત દિવસ એક કરી દઉં

રાતે નિંદર આવે ક્યાંથી  

તારી યાદ રોજ રાત ને બગાડી જાય છે 

યાદ તારી આંખોની ઊંઘને જગાડી જાય છે 

હા , તારા ગયા પછી પહેલાં જેવું ક્યાં જીવાય છે

એકલો રહી હવે એકલતા.....


"હું પક્ષી બનું ને તું મારી પાંખ બની જા 

હું રાતનો ચાંદ બનું તું એનો ઉજાસ બની જા 

મને અમાસ ના બનાય તું પુનમ બની જા 

હું સમુદ્ર બનું ને તું નદી બની જા 

હું પક્ષી બનું ને તું મારી પાંખ ....."


Rate this content
Log in

Similar gujarati poem from Romance