STORYMIRROR

Rajdip dineshbhai

Inspirational Children

4  

Rajdip dineshbhai

Inspirational Children

હું પણ પછી એક નદી બનું

હું પણ પછી એક નદી બનું

1 min
21

દરિયો છે મા તો, 

હું પણ પછી એક નદી બનું. 

એક સૂકું રણ પણ છે મા,

હું પણ તેમાં વરસાદ બનું.


સરસ મજાનું એક જંગલ છે મા,

તેમાં હું પણ બસ બધે જ હરિયાળી બનું ,

એક મજબૂત ઘર છે મા,

ક્યારેય ન પડે એટલે હું તો નીચેનો પાયો બનું.


બધાનો જ સહારો છે મા,

હું પણ એક માત્ર માનો આધાર બનું.

એક અંધારી રાત પણ છે મા,

એટલે હું પણ ત્યાં સ્થિર રહેલ દીવો બનું.


એક વૃક્ષ પણ છે મા,

જેનાં પર તડકો ન પડે તે માટે હું પણ વાદળ બનું.

જમીન પણ છે મા,

જેમાં પણ હું ઉજ્જડ જમીનમાં ફળદ્રુપતા બનું ,


જે કોઈ માણસ નથી તે છે મા,

એટલે હું પણ અહીં પૂર્ણવિરામ બનું.

દરિયો છે મા તો,

હું પણ પછી એક નદી બનું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational