Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Tragedy

3  

Neha Patel

Tragedy

તારાં જ છે આ તમામ ફૂલો

તારાં જ છે આ તમામ ફૂલો

1 min
22

ન દે મુરઝાવા તું આ ફૂલો,

તારાં જ છે આ તમામ ફૂલો.

આવી પડ્યું છે મહાસંકટ ઈશ, 

બતાવ કો'ક મારગ ઉગરવા ઈશ. 

ન દે ખરવા, તું વિશ્વબાગનાં ફૂલો, 

તારાં જ છે આ તમામ ફૂલો.

સપડાયા છે સૌ કોરોનામાં ઈશ, 

બતાવી તારી લીલા ઉગાર ઈશ. 

ન દે ઝૂરવા, તું જન-જન ફૂલો, 

તારાં જ છે આ તમામ ફૂલો.

ચૂટ્યાં છે ફૂલો, કાળકેરા રાક્ષે ઈશ, 

કરી વધ એનો, મહેકાવ બાગ ઈશ.

ન દે થવા સંક્રમિત સૌ ફૂલો,

 તારાં જ છે આ તમામ ફૂલો.

ઝૂંટવી છે આઝાદી આ દાનવે ઈશ, 

બદલી વાતાવરણ, ભગાડ એને ઈશ. 

ન દે મુરઝાવા તું આ ફૂલો,

તારાં જ છે આ તમામ ફૂલો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy