STORYMIRROR

Margi Patel

Children Drama

5.0  

Margi Patel

Children Drama

તારા ટેરવાથી

તારા ટેરવાથી

1 min
1.3K


તું લખે એ જ સાચ્ચું, તું કહે એ જ સાચ્ચું બેટા,

પણ તારા કાલાઘેલા લીટા ને વાંચુ તો વાંચુ કેવી રીતે??


હોય કાગળ, નોટબુક કે બિલ તારા માટે બધું જ એકસમાન,

ટાઇલ્સ હોય કે ચાદર બધું એ તારા ટેરવાથી છાપે તું...


ભીંતોના બદલાય રંગ રૂપ તારા ટેરવાથી,

જો 'ના' પડાય તો આભ નીચે આવે તારા આંખના સંગીતથી...


તારી એબીસીડીમાં કક્કો શીખવાડવાની ટેવ મારી,

જોવું તો કક્કામાં દેખાય નકરા ગોટાળો...


તારા એ ટેરવાથી શીખવે તું મને સ્કૂલની રીત,

કહે 'હું સ્કૂલે જાઉં છું તું નહીં મમ્મી, ચાલ શીખવું તને એબીસીડી, દેખ મારી આંગળીને તું '...


તું જ તારા ટેરવેથી અલગ પડે માતૃભાષા આપણી,

અને કહે 'જો લખાય આમ'...


ભણતર ઓછું પડ્યું આ આંખને,

તારા કાલાઘેલા લીટા સમજવા તો સમજવા કેવી રીતે???



Rate this content
Log in

Similar gujarati poem from Children