તાપણું
તાપણું


પોષ માસની ઠંડી ઠંડી રાત,
કુદરત કેરા ખેલની છે વાત,
ટાઢમાં ભેરુબંધ ભેગા મળ્યાં,
બે ચાર બુઢિયા વાંકા વળ્યાં,
લઈને વીસ-પચીસ સાંઠીકડા,
મૂકીને અંગારા ફૂંક્યા લાકડા,
અંધારી મધરાતનું છે તાપણું,
હૂંફથી દિલ હળવું કરે આપણું,
અલકમલક વાતોએ વળગ્યા,
પ્રભાત સુધી આતશ સળગ્યા,
હરખે હૈયે હામ હેમાળો હેમંત,
દોસ્ત આપણે તાપણે શ્રીમંત,
પોષ માસની ઠંડી ઠંડી રાત,
ગપાટા મારવા મળતી નાત.