STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

તાગડધિન્ના

તાગડધિન્ના

1 min
389

આ દેશ તો છે આઝાદ, કરી તાગડધિન્ના,

કરી દીધો બરબાદ, કરી તાગડધિન્ના,


ખુદ-ખુદના વખાણમાંથી આવે ન ઊંચા,

એમાં કોને દેવી દાદ, કરી તાગડધિન્ના,


કાલે મળશું કહીને છટકી જાય ઝટ,

પછી કોણ રાખે યાદ, કરી તાગડધિન્ના,


‘ધર્મ બધા સમાન’નાં ભાષણ કરે મોટાં,

પછી જગાવે જેહાદ, કરી તાગડધિન્ના,


‘સાગર’ ભાગી-ભાગીને પહોંચવું કેટલે ?

બલા બોલે ઊંચા સાદ, કરી તાગડધિન્ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy