STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

3  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

સ્વતંત્રતા ખોવાઈ છે

સ્વતંત્રતા ખોવાઈ છે

1 min
65


દેશમાં આજે બેકારીની ખાઈ છે, સ્વતંત્રતા ખોવાઈ છે,

કોમવાદમાં હવે દુનિયા હોમાઈ છે, સ્વતંત્રતા ખોવાઈ છે !


ઊંચનીચના ભેદભાવ છે ચોતરફ, કડવી એ સચ્ચાઈ છે,

ભ્રષ્ટાચારની આગ ક્યાં ઓલવાઈ છે? સ્વતંત્રતા ખોવાઈ છે !


લડી રહ્યો છે માનવી એકમેકની સાથે, એ કરતો અંચાઈ છે,

સાથ નથી મળતો કશે, એકલતાની રજાઈ છે, સ્વતંત્રતા ખોવાઈ છે !


સત્તાના મોહમાં કુસ્તી રચાઈ છે, હુંસાતુંસી કેવી સર્જાઈ છે!

દેશદ્રોહી બન્યાં નિર્લજ્જ, દેશદાઝ મપાઈ છે, સ્વતંત્રતા ખોવાઈ છે !


કરજે ઉદ્ધાર તું ઈશ્વર, બચાવજે અમોને, તારી દુહાઈ છે!

દુનિયા અમારી તો ગુલામીમાં ફસાઈ છે, સ્વતંત્રતા ખોવાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy