Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

સ્વર્ગ જેવું સુંદર છે

સ્વર્ગ જેવું સુંદર છે

1 min
7


હદયની વિરાન ધરા પર ખડું કર્યું મે મારું કાલ્પનિક વિશ્વ,

વાસ્તવિકતાથી જોજનો દુર છે મારું આ કાલ્પનિક વિશ્વ.


સ્વર્ગ જેવું સુંદર મારું કાલ્પનિક વિશ્વ !

વાસ્તવિકતાથી હારી જાઉ છું, હતાશ થઈ જાઉં છું,

ત્યારે સજાવી લઉં છું મારું કાલ્પનિક વિશ્વ.


સ્વર્ગથી પણ સુંદર છે આ મારું કાલ્પનિક વિશ્વ,

રંગ બેરંગી ફૂલો અહી કળીઓ સાથે કરે છે ગુફ્તગુ.


આ ફૂલ કરે છે ખુશ્બુ ને વ્હાલ,

ના કોઈ કરે એકબીજા ને સવાલ.

કેવું ! સુંદર અને રળિયામણું છે મારું આ વિશ્વ.


ના કોઈ પ્રશ્નો, ના કોઈ કોયડા,

ના દુઃખ,ના ગમ, ના આંસુ છે,

અહી તો બસ વિચારો એ સાચું છે.


મેઘ ધનુષ્યના સપ્તરંગી શમણાંઓની છે વેલી,

વાદળી પણ કરે અહી હેતની હેલી.


સુખ શાંતિ અને સૂકુંન જો ને ખખડાવે મારી ડેલી,

ફૂલો એ જાણે કાઢી છે રેલી !


સૂરજની કિરણ પણ હરખે હરખે આવે છે વહેલી,

પ્રકૃતિ જાણે વરસાવે હેતની હેલી !


પણ આ હદય પૂછે વારંવાર આ જીવનની પહેલી,

ના ગમ, ના દુઃખ,ના હતાશા, ના ઉદાસી છે,

અહી ચારો તરફ જાણે હસી છે !


ના પ્રશ્ન, ના કોયડાઓ છે, ના કોઈ સમસ્યા છે,

ના કોઈ ગેર, ના કોઈ પરાયા છે,

મારા વિશ્વમાં બસ સૌ પોતાના છે.


પળમાં રચાતું ને પળમાંજ તૂટી જતું,

મારું આ કાલ્પનિક વિશ્વ.


ક્યારેક આકાશની તો ક્યારેક દરિયાની,

સફર કરાવતું આ કાલ્પનિક વિશ્વ.


ક્યારેક પતઝડમાં પણ હદયની ધરાને,

હરિયાળી બક્ષતું આ કલ્પનિક વિશ્વ.


ખબર છે મૃગજળ જેવી છે આ સફર,

તોયે આ મરકટ મન ક્યાં માને !

હરી ફરી ને જાય આ કલ્પનાનાં વિશ્વમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy