Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

રણમાં ખીલી ઉઠ્યું ગુલાબ

રણમાં ખીલી ઉઠ્યું ગુલાબ

1 min
3


તમે આવ્યા ને જોને રણમાં ગુલાબ ખીલ્યું,

આ મારું બેતાબ હૈયું જાણે નાચી ઉઠ્યું !


આ બાગના પતંગિયાઓ બધા ટોળે વળ્યા,

જાણે તમને જોઇને એમના મુખ મલક્યા !


આ પર્ણો જોને બધા જાણે તાળીઓ પાડે,

જાણે વૃક્ષોના હૈયા તો હરખાઈ ગયા !


તમારા આગમને જાણે સરોવર હિલોળે ચડ્યું,

જાણે આ પંખીઓ બધા ટહુકવા લાગ્યા !


તમને જોઈને ચાંદ જાણે શરમાઈ ગયો,

જોને તારાઓ જાણે આભે છુપાઈ ગયા.


તારા આગમને જોને આ પ્રકૃતિ ઝૂમી ઉઠી,

જાણે સારી કાયનાતમાં દીપ ઝળહળી ઉઠ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy