"ઈરાદાઓ મારે મક્કમ રાખવા છે."
"ઈરાદાઓ મારે મક્કમ રાખવા છે."
હૈયાની ક્યારીમાં સુંદર વિચારોને વાવવા છે,
જીવનમાં મારી જાતમાં પરિવર્તન લાવવા છે.
સમસ્યાઓથી ગભરાય ઝૂકી હતી સંજોગો સામે,
એ દુઃખ અને પીડાઓને મારે હરાવવા છે.
થાકી હારી મંઝિલનાં બધા પ્રયાસો છોડી દીધા હતા,
હૈયે દફનાવેલા સપનાઓને જાગૃત કરવા છે.
મંઝિલ મળી ત્યાં સુધી જંપીને બેસીશ નહિ,
ઈરાદાઓ મારે મક્કમ બનાવવા છે.
લોકોની ટીકા ટિપ્પણીથી ડરવું નથી મારે હવે,
કોઈ ફેકે પથ્થર, તો એના પગથિયાં બનાવવા છે.
કંડારેલી કેડી પર તો સૌ ચાલીને જઈ શકે,
મારે તો અડાબીડ જંગલમાં નવા રસ્તા બનાવવા છે.
પોતાના લોકોને તો સૌ પ્રેમ કરે જીવનમાં,
મારે તો પરાયા લોકોને પણ અપનાવવા છે.