પ્રેમ
પ્રેમ
ગામે ગામની સાંકડી ગલીઓ માપવી હતી,
મારે તારાં પ્રેમની શૂન્યતા માપવી હતી.
આજ પ્રેમની ઊંચાઈ મારે પામવી હતી,
શબ્દોની આજ ઊંચાઈ મારે પામવી હતી.
ફૂલોથી ભરેલી શૈયા મારે સજાવવી હતી,
હાથોની લકીરોમાં સ્યાહી ભરાવી હતી.
મારાં નસીબમાં હું એ તને સમાવી હતી,
સ્વપ્નભરી આંખોમાં તને કેદ કરવી હતી.
પ્રેમની મારી અભ્યર્થના પૂર્ણ કરાવવી હતી,
તારા નામની અંગુઠી મારે પહેરવી હતી.
પ્રેમ ધનુષબાણની પણછ ખેંચવી હતી,
રામ નહીં જયદીપ બની વરમાળા પહેરવી હતી.