છે મઝા
છે મઝા
1 min
257
દુઃખના પ્રસંગોને ભૂલવામાં છે મઝા,
સુખના પ્રસંગોને સ્મરવામાં છે મઝા,
સરખા દિવસો કોઈના જતા નથીને,
જાગ્યા પછી સવાર કરવામાં છે મઝા,
આમ તો જીવન શૃંગગર્તવત્ હોયને,
હિંમતભેર આગળ વધવામાં છે મઝા,
મીઠપ જિંદગીમાં દુઃખ પછીના સુખે,
ક્યારેક ભરવસંતે ખરવામાં છે મઝા,
હકારાત્મક વિચારો હરિનેય ગમતા,
વિસમ કાળે એને ભજવામાં છે મઝા.