STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

કવિ

કવિ

1 min
376

તું છે પ્રેરણા ઈશની, શબ્દોથી સજાવ કવિ.

તું છે સ્ફુરણા ઈશની, સઘળે તું ફેલાવ કવિ.


ઇશ એકલો ક્યાં ક્યાં પહોંચી શકે આખરે,

વિચારો એના કલમ ગ્રહીને તું પ્રગટાવ કવિ. 


ભોળું કપોતસમ નવનીત જેવું ઉર છે તારું, 

ઉજાસ જ્ઞાનનો સર્વત્ર તારાથી પ્રસરાવ કવિ.


છે ઉન્નત વિચારો તારા ઇશની મહેર છે મોટી,

બની મધુમક્ષિકાને સમષ્ટિમાં એને લાવ કવિ.


બને છે ફરજ તારી સંદેશાવાહક બનવાની,

કૈંક લાવ પરિવર્તનને પછી મુખ મલકાવ કવિ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational