STORYMIRROR

Kalpesh Shah

Inspirational

3.0  

Kalpesh Shah

Inspirational

પાણી

પાણી

1 min
23.9K


તારી છે એવી એ મારી તો નથી

જીંદગી સાલી આ સારી તો નથી


એટલે જીવું છું હું પણ શાનથી

હાલ બાજી મેં ય હારી તો નથી


કેમ હું વિશ્વાસ મુકુ તેની ઉપર

એ હજી મારા પર વારી તો નથી


ફકત યાદોની લડી છે જીંદગી

જીંદગીને એવી ધારી તો નથી


ખારુ પાણી એટલે તો ઊછળે

આ નદી કયારેય ખારી તો નથી


દોષ જોયે રાખુ બીજાના હુ પણ

જાતને મે હજુ સુધારી તો નથી


એ ફરે છે મારી આજૂબાજુ પણ

મોત સાથે મારી યારી તો નથી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational