ઈશ્વર
ઈશ્વર
1 min
42
એ તો ના કોઈના મય છે,
જેનું પણ તો નામ સમય છે,
આવ્યો તું જ્યાંથી પણ છે અહીં,
ત્યાં પાછા વળવાનું તય છે,
માટે છે તે ઈશ્વરનું રૂપ,
શિશુના રોવામાં લય છે,
એની મૂર્તિ કેવી બનશે,
જે પહેલીથી નિરામય છે,
ત્યાં ઈશ્વર મળશે ના તમને,
ઘટ મારુ તો શિવાલય છે.
