STORYMIRROR

Kalpesh Shah

Others

3  

Kalpesh Shah

Others

નાદાન

નાદાન

1 min
89


જ્યાં સમજણને થોડું ભાન થયું છે,

ત્યાં આ દિલ પાછું નાદાન થયું છે,


આ દિલને કેવી રીતે સમજાવું,

કોઈ જાણીતું અંજાન થયું છે,


ચાલ્યા એ જાયે આવીને જલદી,

માન લઈને પણ અપમાન થયું છે,


મિલ્કતમાં આંસુ છે મારા બે ચાર,

કોઈ ધન વિના ધનવાન થયું છે,


એ મારા છે ને મારા ના પણ હોય,

બહુ મોડે મોડે એ જ્ઞાન થયું છે.


Rate this content
Log in