રામ
રામ

1 min

29
સૌમ્ય, સુંદર રુપને ખુબ પ્રણામ છે,
ભકતનો વિશ્વાસ જે ઈશ્વર રામ છે,
ભાગશે જંજાળ, દૂર થાશે તિમિર,
જે સરળ તારા બનાવે કામ છે,
ધન્ય જીવન થાય એક દર્શન થકી,
બાળ્યુ આખું પાપનું જે ધામ છે,
જે હતો મિથ્યાભિમાની ને જટિલ,
ભ્રષ્ટ રાવણ જેમ અહી અંજામ છે,
બોર ખાઈ શબરીને પાવન કરી,
મૂર્તિ દિલમાં કપિના સીયારામ છે,
એનું જીવન ધર્મ મર્યાદા પ્રથમ,
રામ કરતા મોટું તેનું નામ છે.