નવા વરસ
નવા વરસ


જજે તું સરસ,
અરે ઓ ! નવા વરસ,
મિટાવજે દીન દુખિયાની તરસ,
અરે ઓ ! નવા વરસ,
જાળવજે સંબંધો અરસ પરસ,
અરે ઓ ! નવા વરસ,
છોડાવજે દારુ, ગાંજો ને ચરસ,
અરે આે ! નવા વરસ,
ફેલાવ જ્ઞાનનો ઉજાસ દૂર કરજે તમસ,
અરે ઓ ! નવા વરસ,
નફરતને છોડ, દોસ્તી છે સાચી જણસ,
અરે ઓ ! નવા વરસ,
જજે તું સરસ,
અરે ઓ ! નવા વરસ.